મંગલમ્/એવા ગાંધી ગુજરાતે
Jump to navigation
Jump to search
એવા ગાંધી ગુજરાતે
એવા ગાંધી ગુજરાતે ઊતર્યા રે,
એનું સૂકું શરીર જાણે લાકડી રે,
માંહે હતો જોરાવર જીવ. — એવા ગાંધી૦
એણે ઘેર ઘેર રેંટિયા મોકલ્યા રે,
લેવા સૂતરને તાંતણે સ્વરાજ્ય. — એવા ગાંધી૦
એણે સાદાઈ શીખવી દેશને રે,
દારૂ, તાડી કરાવ્યાં દૂર. — એવા ગાંધી૦
એ તો જાણે સોનિડો દેશનો રે
નવજીવન તણો ઘડનાર. — એવા ગાંધી૦
એનો અન્ય જનમ ધન્ય જીવવું રે
માતાએ ઉપાડ્યો ધન્ય ભાર. — એવા ગાંધી૦
એનો મોંઘો આદેશ લોકો ઝીલતાં રે
બોલી ભારતનો જય જયકાર. — એવા ગાંધી૦