મંગલમ્/કોઈ લાવે રે સંદેશ
Jump to navigation
Jump to search
કોઈ લાવે રે સંદેશ
કોઈ લાવે રે સંદેશ મારે જાવું દૂર દેશ (૨)
રંગબેરંગી આશા કે૨ો પહેર્યો સુંદ૨ વેશ,
માનવતાનાં મહામંદિરો થઈ ગયાં અવશેષ. — મારે…
જૂના જગનાં ગીત તજીને નવું નવું કંઈ ગાવું,
આશાનું અજવાળું લઈને અણજાણ્યા પથ જાવું; (૨)
રોમરોમમાં રામ વસે જ્યાં નહીં રાગ નહીં દ્વેષ. — મારે…
મુજ અંતરની વીણા કેરા તારે તાર મિલાવું,
દુઃખ ભરેલી આ દુનિયાને નવ સંદેશ સુણાવું; (૨)
વહાલભર્યાં બે વચનોથી હું માગું શું વિશેષ. — મારે…
ખબર નથી લવલેશ મને કે કઈ દિશાએ જાવું,
પ્રેમ બંસરી તુજ સ્વર કેરે પગલે પગલે આવું; (૨)
પ્રેમ પથિકને ભેદ નહીં શું દેશ અગર વિદેશ. — મારે…
કોઈ લાવે રે સંદેશ
મારે જાવું દૂર દેશ.
— શાંતિલાલ