મંગલમ્/ગરબો

ગરબો

હો…હો…હો…વણઝારા (૩)
હો…હો…હો…વણઝારી (૩)
હો…અમે તો વણઝારા જી…હો, અમે તો વણઝારી (૨)

ગામ ગામના પાદર ખેડી,
સાત સમંદર ફરનારા જી ફરનારા જી ફરનારા.
હો…હો…હો વણઝારા (૩) હો…વણઝારી (૩)

સંગ અમારી ઘૂમે સાથી, સો…સો પોડી નાર રે…
સંગ અમારી ભથવારીને ઘૂમે નાના બાળ રે.
ધરતીનું પાથરણું લઈને આભનું છત્તર,
આભનું છત્તર કરનારા જી કરનારા જી કરનારા,
હો…વણઝારા (૩) હો…વણઝારી (૩)