મંગલમ્/ટપ ટપ ટપ
ટપ ટપ ટપ
卐
ટપ ટપ ટપ
卐
ટપ ટપ ટપ ટપ ડાબલા વાગે
છૂન છૂન છૂન છૂન ઘૂઘરા
કિચૂડ કિચૂડ ગાડી બોલે
પૈડાં ડામાડોળ… મારી ઘોડાગાડી…
મારી ઘોડાગાડી (૨) જાય દોડમદોડ.
એ… હાલો મોટા ભાઈ, એ… હાલો મોટી બહેન,
ઓ લારીવાળા ભાઈ…
મારે થાવું સ્ટેશન ભેગું… મારે થાય મોડું,
મારી ઘોડાગાડી (૨) જાય દોડમદોડ.
એ… હાલો લાલ તળાવ, એ… હાલો કમાટીબાગ,
એ… હાલો મેશ્વો ડેમ…
બે આના ને ચાર આનામાં, ટપ ટપ ચાલ્યું જાય,
મારી ઘોડાગાડી (૨) જાય દોડમદોડ.
એ… હાલો બાબાભાઈ, એ… હાલો બેબીબહેન,
એ… હાલો બાળમંદિર…
ચાર આના ને આઠ આનામાં, ટપ ટપ ચાલ્યું જાય,
મારી ઘોડાગાડી (૨) જાય દોડમદોડ.