મંગલમ્/દિલમાં દીવો કરો

From Ekatra Foundation
Jump to navigation Jump to search


દિલમાં દીવો કરો

દિલમાં દીવો કરો, રે દીવો કરો,
કૂડાં કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો.
દયા દિવેલ પ્રેમ પરણાયું લાવો,
માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ-અગ્નિને ચેતાવો રે. દિલમાં…
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારું મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે. દિલમાં…
દીવો અણભે પ્રગટે એવો, ટાળે તિમિરના જેવો;
એને નેણે તો નીરખીને લેવો રે. દિલમાં…
દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે. દિલમાં…