મંગલમ્/નવલાં વા’ણાં વાયાં
Jump to navigation
Jump to search
નવલાં વા’ણાં વાયાં
નવલાં વા’ણાં વાયાં રે જાગો નવલાં વા’ણાં વાયાં
નયનો કાં ઘેરાણાં રે જાગો નવલાં વા’ણાં વાયાં
નવયુગનો સૂરજ નભમાં પ્રગટ્યો
અંધારાં અકળાયાં રે, જાગો નવલાં વા’ણાં વાયાં
વન વન પંખી કલરવ કરતાં
પંકજ દલ મલકાયાં રે જાગો, નવલાં વા’ણાં વાયાં.
જાગો રે માનવગણ જાગો
દળ વાદળ વિખરાયાં રે જાગો, નવલાં વા’ણાં વાયાં.