મંગલમ્/પગલે પગલે

પગલે પગલે

પગલે પગલે સાવધ રહીને, પ્રેમળતા પ્રગટાવ્યે જા
અંતરને અજવાળે વીરા, પંથ તારો કાપ્યે જા

કાંટા આવે કંકર આવે, ધોમ ધખંતી રેતી આવે.
ખાંડાની ધારે ને ધારે, ધૈર્ય ધારી ચાલ્યો જા,
શૌર્ય ધરી ચાલ્યો જા…પગલે…

હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના
શિસ્ત, શાંતિ ને સુલેહના તું પાઠ સૌને આપ્યે જા
દુર્ગમ પંથ કાપ્યે જા…પગલે…