મંગલમ્/પ્રભુ, અંતરદ્વાર…
પ્રભુ, અંતરદ્વાર…
પ્રભુ, અંતરદ્વાર ઉઘાડો… પ્રભુ
હવે અંતરદ્વાર ઉઘાડો રે…
જીવન વીતે અતિ ત્વરાથી, ચેતન ઉર જગાડો રે…(૨)
પ્રેમ ભક્તિના માર્ગ અનેરા (૨)
એક સૌંદર્ય સુઝાડો રે…પ્રભુ૦
નામ તો શુભ મુખે નિરંતર, આત્માજ્યોત જગાડો રે…(૨)
જન્મોજનમના ગાઢ તિમિરે…(૨)
એક જ્ઞાન પ્રકાશે મિટાડો રે…પ્રભુ૦