મંગલમ્/પ્રભુ પ્રસન્ન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રભુ પ્રસન્ન

પ્રભુ પ્રસન્ન રહે તેમ કરવું,
બીજું બધું સદા પરહરવું.
એના સુખને જ મહાસુખ ગણવું,

નિજ દુઃખનું ધ્યાન ન ધરવું.



એને ગમે જો રાત તો તજવું પ્રભાત,
એને વહાલો વનવાસ તજવી નગરની આશ;
એના પગલે પગલું ભરવું,

એ જેમ કહે તેમ કરવું. …પ્રભુ૦



એ જો બની પવન, કરે સઘળે ગમન,
ભરી ઉરમાં ઉમંગ થવું ફૂલની સુગંધ;
એ નીરમાં નાવ બની તરવું,

એ જેમ વહે તેમ વહેવું. …પ્રભુ૦



એને રુચે જે કર્મ એને માનવો સ્વધર્મ,
એવો સ્નેહનો છે મર્મ એથી ઊલટો અધર્મ.
એના દીવડે દિવેટ બની બળવું,

એ ઠારે તો હિમ જેવા ઠરવું. …પ્રભુ૦