મંગલમ્/પ્રાતઃસ્મરણ
ઉપાસના
પ્રાતઃસ્મરણ
પ્રાતઃસ્મરણ
હરિઃ ૐ
બ્રહ્મ સત્યમ્, જગત્ સ્ફૂર્તિઃ
જીવનમ્ સત્ય શોધનમ્
નિદ્રા મહીં નહીં હતું તન ભાન જ્યારે,
જેણે જુઓ પૂરણ રક્ષણ કીધું ત્યારે,
તેને પ્રભાત સમયે પ્રથમે સ્મરું રે,
કાર્યો બધાં દિવસનાં પછીથી કરું રે.
દલિત દુઃખિત પેખી, પોતીકાં માનતો જે,
મૃદુ નવનીત જેવું, હૈયું જૈનું સદૈવ,
સમ નિજ પર માંહીં, જે નિરાધાર મિત્ર,
પ્રગટ હરિ તણી ત્યાં, મૂર્તિ દેખું પવિત્ર.
ના હું ઇચ્છું સ્વર્ગ વા ઇહ રિદ્ધિ,
ના હું ઇચ્છું જન્મ મૃત્યુથી મુક્તિ,
હું તો ઇચ્છું નમ્રભાવે દયાળુ,
સૌ પ્રાણીનાં દુઃખનો નાશ થાઓ.
ક્ષમું હું સર્વ જીવોને,
સર્વે જીવો ક્ષણો મને,
મિત્ર હું સર્વ જીવોનો.
વેર કો’થી ના મને.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ