મંગલમ્/પ્રાર્થના


પ્રાર્થના

પ્રાતઃ કાળે સ્મરી સ્મરી પ્રભુ, પ્રાર્થના હું કરું છું,
ભક્તિ ભાવે જીવન જીવતાં, સત્ય માર્ગે રહું છું.

નાનાં મોટાં જીવન મહીં તો, પાપ આવી નડે છે,
એ પાપોને નિશદિન પ્રભુ, જીતવા શક્તિ દેજો.

મારું છે ને મુજ પ્રિય ગણું, સર્વનો મોહ છોડી,
સૌને મારા સ્વજન ગણીને, સર્વનું હિત જોઉં.

આ સંસારે સુખ-દુઃખ સહી, સ્વસ્થ ચિત્તે રહું છું,
ભક્તિ મારી અવિચલ રહો, એટલું માગી લઉં હું.

— દિલખુશભાઈ દીવાનજી