મંગલમ્/બંદો દોડે દોડે
બંદો દોડે દોડે
બંદો દોડે દોડે, કૂદે કૂદે, નાચે નાચે રે!
વ્હાલા કૂદવા દે ને! દોડવા દે.
જેમ જીવડો રાચે રે!… બંદો…
કેવાં વનનાં જો પંખેરુ; ઊડે ફરુરુ ફુરુરુ
વ્હાલા ફરુરુ ફુરુરુ ઊડવા દે,
જેમ જીવડો રાચે રે!… બંદો…
સૂસૂ સૂસૂ વાયુ વાયે, આકાશ જાણે તૂટી જાય
વ્હાલા સૂસૂ સૂસૂ વાવા દે.
જેમ જીવડો રાચે રે!… બંદો…
બંદો રોક્યો ના રહે, ખાળ્યો ના રહે;
સાચે સાચે રે!… બંદો…
તીખી દાવાનળની ઝાળો, ધીખે હડહડ વિકરાળો,
વન બધાને ઘેરી જેવી કૂદે નાચે રે,
વ્હાલા કૂદવા દે ને નાચવા દે.
જેમ જીવડો રાચે રે!… બંદો…
જેવી વીજો વાદળ કેરી, ગાજે ગાઢાં વાદળ વેરી,
છાતી વિઘન-વાંધા કેરી…
ચરર ચર૨ નાખતી ચીરી,
કડડ કડડ વીજ ભૂરાંતી ગનન ગાજે રે
વ્હાલા કડડ કડડ ગાજવા દે,
જેમ જીવડો રાચે રે!… બંદો…