મંગલમ્/ભારતના ભડવીરને
ભારતના ભડવીરને
ભારતના એ ભડવીરને વંદન હો અમારાં,
અંતરનાં અભિનંદન હો આજ અમારાં.
કંઈ રાષ્ટ્ર તણી પ્રગતિમાં સત્ય એ જોતા,
કંઈ કામ કર્યાં (૨) આજ રૂડાં નામ ગવાયાં.
લીધી અહિંસાની ઢાલ અને સત્યની તલવાર,
કરી મુક્ત ભારતમાતાને પૂર્ણ કરી આશ,
ઘર ઘરમાં (૨) ગુંજે છે પ્યારા બાપુજીનું નામ.
કર્યો હરિજન ઉદ્ધાર શોષણવિહીન સમાજ,
આપી બુનિયાદી તાલીમ ને સ્વાવલંબનના પાઠ,
વિશ્વશાંતિ (૨)ની ઝંખનામાં ખોયા એણે પ્રાણ.