મંગલમ્/ભારત માતનાં
Jump to navigation
Jump to search
ભારત માતનાં
અરિ હો… ભારત માતનાં સાચાં સંતાન અમે…(૩)
વહેલી સવારે અમે જાગી જ ઊઠતાં
શોર-બકોર કરી શેરી ગજવતાં
ભમતા બનીને અમે ખૂબ મસ્તાન
બાળક અમે સૌ કાલાં ને ઘેલાં
બા ને બાપુજીને હૈયે વસેલાં
દેવે દીધેલ અમે માનવનાં દાન
હિંદુ-મુસલમાન પારસી ને ખ્રિસ્તી
જુદાપણાંની હો છાયા ન દીસતી
આઝાદ હિંદનાં એ આશા-નિશાન
મોટાં થાશું ને અમે ઘેર ઘેર ઘૂમશું
સાચા જીવનની સૌરભ રેલવશું
કરશું ભારત બાળ સૌએ સમાન