મંગલમ્/મારા જાગો
મારા જાગો
મારા જાગો અંતરયામી (૨)
હે મન મંદિરના સ્વામી …મારા
નીર વહે ગંગાનાં ઘેરાં
તટ ઊભી શિર નામી,
આયુષ મંજરીની ગ્રહી માલા (૨)
તુજ કાજે હે સ્વામી …મારા
ટપ ટપ મારાં પુષ્પો ખરતાં
નીંદ ન તારી તૂટે,
આજ જતી સુગંધ જીવનની
ધીરજ મારી ખૂટે …મારા
મારા મનના અણુએ અણુમાં
જાગો જીવન સ્વામી,
તુજ જાગે મુજ જીવન જાગે
દિવ્ય પ્રભા રહું પામી …મારા.