મંગલમ્/શીંગોડાં… શીંગોડાં
Jump to navigation
Jump to search
શીંગોડાં… શીંગોડાં
શીંગોડાં… શીંગોડાં
અમને આપો થોડાં.
એક પછી એક આવો નહિ તો…
પડી જાશો મોડાં, મોડાં, મોડાં… મોડાં…
એક શીંગોડું એવું, મમ્મી, મમ્મી, પપ્પા કરતું;
બા, બા, બાપુ કરતું, આખો દિવસ રડતું,
બોલો જી તમને ગમતું? ના…ના…ના… શીંગોડાં૦
એક શીંગોડું એવું, સૌની સાથે લડતું;
બટકાં ભરતું, ચૂંટલા ભરતું;
આખો દિવસ બાઝતું,
બોલો જી તમને ગમતું? ના…ના…ના… શીંગોડાં૦
એક શીંગોડું એવું, આખો દિવસ રમતું,
બોલો જી તમને ગમતું? હા…હા…હા… શીંગોડાં૦
એક શીંગોડું એવું, આખો દિવસ હસતું,
ભલેને સુખ હોય;
ભલેને દુઃખ હોય;
તોયે રહેતું હસતું,
બોલો જી તમને ગમતું? હા…હા…હા… શીંગોડાં૦