મંગલમ્/હોળી આવી
હોળી આવી
卐
હોળી આવી
卐
હોળી આવી રે ફૂલ્યા ફાગણિયે,
રંગ લાવી રે મારે આંગણિયે.
ભાવ ભીની ભાભીની સંગે,
રમે દિયરજી નવ નવ રંગે,
રંગે ઉમંગે હોળી…
ભરી પિચકારી નર ને નારી,
રમતાં રાસે દેતાં તાળી,
રસિયા સંગે રાસે રમતાં,
આધિ ઘુમ્મટ તાણી હોળી.…
ખીલ્યો ફાગ સોહાગ સમો,
સાહેલી સંગે રાસે રમો,
નવ નવ રંગે આવી હોળી.…