મધુસૂદન ગિરધરલાલ આચાર્ય
Jump to navigation
Jump to search
આચાર્ય મધુસૂદન ગિરધરલાલ: નાટકકાર. અભ્યાસકાળ દરમિયાન આઝાદીની લડતમાં ૧૯૩૦માં જેલગમન. ત્યાર બાદ શિક્ષણક્ષેત્રે પ્રવેશ ન મળતાં શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈને તે ક્ષેત્ર અપનાવ્યું. ‘મંગલમૂર્તિ’ એમની પ્રથમ નાટ્યકૃતિ છે, રંગભૂમિ પર સફળ બનેલા એમના બીજા નાટક ‘પ્રેમસગાઈ' (૧૯૫૭)માં મોહ અને પ્રેમ વચ્ચેના તાત્ત્વિક ભેદનું નિરૂપણ થયું છે.