મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૨૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૨૮

નાકર

રાગ મલાર
સતિ શબ લઇને સાંચરી, કુંવરને દેવા દહન;
અગર ચંદનનાં લાકડાં, તે મોકલ્યાં બ્રાહ્મણ.          સતિ શબ૦

ચિતા રચી તે કાષ્ટની, સુવાડ્યો રોહીતાશ્વ;
સાધવી ત્યાં એકલી, બીજા નહીં કા પાસ.          સતિ શબ૦

વિશ્વામિત્ર વેગે ચાલીયો, મેહ વાત સાંભળ આપ;
કહ્યું મારૂં નહીં કરે, તો દઈશ તુજને શાપ.          સતિ શબ૦

બારે મેહ તમે જઈને વરસો, વરસો મૂશળધાર;
પૂર જેમ આવે નદી, સત્ય છાંડે જેમ નાર.          સતિ શબ૦

બારે મેઘ ત્યાં જઈ ચૂડયા, વાયુ વસમા વાય;
પાવકને ત્યાં ઓલવ્યો, ત્યાં આવ્યા હરિશ્ચંદ્રરાય.          સતિ શબ૦

આવીને ત્યાં બોલીયા, તું કોણ કરે એ કામ;
રીત આપોની રાવલી, જે લાગે મારો દામ.          સતિ શબ૦

તારા સતિ ત્યાં બોલીયાં, મારી ગાંઠે નહીં કંઈ દામ;
ચીર અર્ધુ આપ્યું ફાડી, એટલે ઠારો કરો કામ.          સતિ શબ૦

પછી પૂર ત્યાં આવી નદી, શબ તણાઈ જાય;
અધ બળ્યું સતિએ કાઢીયું, નિશા રહી દેરામાંય.          સતિ શબ૦

તવ વિશ્વામિત્રે છળ કર, કીધો એક ઉપાય;
કુંવર રાય ચિત્રસેનનો, ત્યાં હર્યો વિશ્વામિત્ર રાય.          સતિ શબ૦

નગ્ન લોક જોવાને ધસમસ્યા, જઈ રહ્યા દેરામાંય;
ત્યાં શબ લઈને સતિ બેઠી, દીઠી દરામાંય.          સતિ શબ૦

તે સતિ બાંધી પછોવાઈએ, મારતા લાવ્યા કાળ;
રંડા તું શીકોતરી, તેં ખાધો મારો બાળ.          સતિ શબ૦