મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૨૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૨૯

નાકર

રાગ આંદોલ ગોડી.
સ્વામિજી સતિને બાંધી બંધરે, મારવાને આગળ ઊભી કરીરે;
રાજાજી તેડાવ્યો ઝાંપડો, માહારરે, ખડગ લેઈ તે ઊભો રહ્યો રે.

ઢાળ
ખડ્ગ લઈ આગળ રહ્યો, ઈસકારી મેલ્યા શ્વાન;
અનામિક ઊભો રહ્યો, નહી મેલે ઊપર ધાય;

પ્રથમે તે મારૂં ઝાંપડો, બોલ્યો ચિત્રસેનરાય.
વિશ્વામિત્ર વહેલો સાંચર્યો, ગયો ઝાંપડાને પાસ;

ઠાકોર તારો મારીયા, તેં સીદ રાખ્યો દાસ.
અનામીક તે ઝાંપડાનો, સ્વામિ કહીએ જેહ;


તેને દયા આવી નારની, હાથ ન ચાલે તેહ.
હરિશ્ચન્દ્ર વળતા આવીયા, આણીને મનમાં દ્વેશ;

અબળા હું તુજને કહું છું તુંને આ ઘડી મારેશ.
વળતી તે વિનતા વિનવે, મારે બીજો નથિ નરેંદ્ર;

જે પાલવ બાંધીયા, તે સ્મરીયે હરિશ્ચન્દ્ર.
એણી પેરે બોલી અંગના, સ્વામી સાંસો રખે કરશે;

તારે હાથે હું જો મરૂં, તો વૈંકુંઠવાસ વસેશ.
ઠાકોર કને તે આવીયો એને મારશું અમે શામ;

ખડ્ગ લીધું હાથમાં, એ અમારાં કામ.
પ્રેમદા પેરપેર પ્રીછવે, મારા નાથજી અવિધાર;

આરોગ્ય હશો સ્વામી મારા, તો તમને ઘણી નાર.
જીત્યું ફળ મા હારશો, સ્વામી લગારેકનું કામ;

ચટ દઈ શીર કાપશો, પામશું ઉત્તમ ઠામ
ખડ્ગ લીધું હાથમાં, તવ શીઘ્રે નામ્યું શીશ;

આવીને ઊભા રહ્યા, સમર્થ શ્રી જાુગદીશ.
માગ વર હરિશ્ચન્દ્ર રાજા, બોલ્યા વૈકુંઠરાય;


કુંવર તારો તેડને, તુજને દીએ દેખાય.
બોલાવતાં રોહીતાશ્વ આવ્યો, હઈડે તે હરખ અપાર;

ચર્ણે લાગ્યો પ્રભુજીને, જય જીવન જાુગદાધાર