મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૩૦


કડવું ૩૦

રમણ સોની

 કથા એહવી સાંભલી રલિયાતિ કુંતાતંન.
અક્ષવિદ્યા જાણવા વીનવ્યુ ત્યાહારિ મુંનિ.           ૪૬

અક્ષહૃદય તવ આપિઊં બૃહદશ્વ આણિ પ્રીતિ:
શકુનિનાથી અધિક વિદ્યા જાણજ્યો એ રીત.          ૪૭

યુદ્ધ કિ વલી જાૂવટું પરઠીનિ લેજ્યો રાજ.
બુહિ તાં સરસિ સહી નિશ્ચિત તહ્મારૂં કાજ.           ૪૮

શીખ માગી સાંચર્યા; ઋષિરાય નામૂં શીસ.
ભ્રાતૃ સહિત તે વુલાવિ પ્રેમિ યુધિષ્ઠિર ઈશ.          ૪૯

યુધિષ્ઠિર આનંદ પામ્યા સાંભલી આખ્યાન:
વાટ જાૂઈ અર્જુનની, સ્મરણ શ્રીભગવાન.           ૫૦

આર્ણિક પર્વ તણી કથા યે સાંભલિ નરનારિ,
પામિ સુખ સંસારનાં; પુનરપિ નહીં અવતાર.          ૫૧

દુ:ખ દેહે પામિ નહીં, યે સાંભલિ કરિ ગાન;
રાજ પામિ આપણૂં યે શુણિ તાં રાજન.          ૫૨

સાંભલિ પ્રેમિ કરી તે પામિ પદ નિરવાણિ.
કહિ ભાલણ; બુદ્ધિમાનિ લખ્યૂં એહ પ્રમાણ.          ૫૩