મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૧)


પદ (૧૧)

નરસિંહ મહેતા

સુંદરીનાં નયણ શમાં નહિ નયણાં, કવિજન કુરંગ જમલમેં આણે.
બાપડા વનચર રહે વન માંહે, કરી કટાક્ષ શું જાણે?
સુંદરીનાં૦
ખિણું એક દ્રષ્ટ અવલોકતાં રે મુનિજનનાં મન મોહે,
ભૂતલ એહવો કોએ નહીં રે, જ્યે વિનતા-વશ નોહે.
સુંદરીનાં૦
સકલ સુરાસુર જ્યેણે કિયુંલા તે અબલા નામ ભણીજે
નારસિંયાચો સ્વામી નયણાં-વશ તે અવર કિસે નવ્ય રીઝે.
સુંદરીનાં૦