મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૦)


પદ (૩૦)

નરસિંહ મહેતા

‘પાછલી રાતના નાથ પાછા વલ્યા, શું કરું રે, સખી? – હું ન જાગી;
નિરખતાં નિરખતાં નિદ્રા આવી ગઈ, વહાલોજી દઈ ગયા વાચ, રાખી.
પાછલી
કૃષ્ણજી ક્યાં હશે? શોક્ય સુણશે હવે? પરથમ જઈને એને પાય લાગું;
સરલ છે શામલો, મેલશે આમલો, જઈ રે વહાલાં કને માન માગું’
પાછલી
‘બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી, બાર્ય ઊભા હરિ હેત જોવા;’
‘ધન્ય રે ધન્ય નરસૈંયાના નાથને, ‘અસૂર થાશે મારે ધેન દો’વા.’
પાછલી