મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૬)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૩૬)

રમણ સોની

સેજેથી ઊઠી રે શ્યામા શીશ અંબોડો વાળે રે;
વદનસુધાકર બાલીને ઉદિયો દિનકરને અજવાળે રે.
સેજેથી
આલસ મોડે, ઉજાગરી અંગે, અલવે કરે ઉન્મેખ રે;
અધર તણા ડંક અદ્ભુત દીસે, ખંડિત તિલકની રેખ રે.
સેજેથી
લડસડતી ઉર અંબર ઓઢે, કંચુકી-બંધ સમારે રે;
બાહુલતા જોડીને સ્કંધે નિશાસુખ વિચારે રે.
સેજેથી
‘નહિ જાવા દઉં, મારા વહાલા!’ મર્મવચન એમ બોલે રે;
નરસૈંયાસા સ્વામી-શું મળી, નહિ એ સુખ કો તોલે રે.
સેજેથી