મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૦)


પદ (૫૦)

નરસિંહ મહેતા

કાેટિ કંદર્પનું દર્પ હરવા હરિ ભૂતલે ભાેગીનુંં રૂપ લીધું,
કામિની-કેલ કલિ-કાલમાં, અધમ જનને અભેદાન દીધું.
કોટિ
ચાર જુગને વિખે મુગત નહિ નારને, જુગત એ શ્રુતિસ્મૃતિ એમ બોલે,
તેહ જ નાર વિભચાર-ભાવે ભજે, રંગ રાતી સદા સંગ ડોલે.
કોટિ
સારમાં સાર શણગાર રસ કીધલો, તેહ તણી જાણ થઈ મુખ મોેડે,
એ રસ શુકદેવ જેદેવે ચાખિÑાો, નાથ લખમી તણો હાથ ઓડે.
કોટિ
અધમ ઉદ્ધારવા અવતÑાા શ્રીહરિ, એવું જાણી જે કો ગાન કરશે,
તેહ તણી ચરણની રેણમાં લોટતાં, નારસિÑાા જેવા કંઈ કોટિ તરશે.
કોટિ