મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૯)


પદ (૬૯)

નરસિંહ મહેતા

હરિ આવ્યા છે નારીના વેશે રે, એને કોઈ જુઓ રે;
શિવ બ્રહ્મા જેનું ધ્યાન ધરે છે, તેને જોઈ દુખડાં ખુઓ રે.
હરિ
માત-પિતા એનાં મનમાં વિમાસેઃ કહો કે ક્યાં થકી આવી રે?
અચરત સરખું સહુને ભાસેઃ એ જલઝારી ક્યાંથી લાવી રે?
હરિ
બંધવ એનો તત્ક્ષણ ઊઠ્યો, આવ્યો મંદિર જાણી રે;
રતનબાઈ ઘણું વ્યાકુળ ફરે છેઃ ‘તમો લ્યોને, મહેતાજી! પાણી રે.’
હરિ
પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે;
અંતર્ધાન થયા અલબેલો, વાત સહુ કોએ જાણી રે.
હરિ
જયજયકાર થયો જગ માંહે, હરખ વાધ્યો હૈયે રે;
નરસૈંયાચો સ્વામી ભલે મળિયો, એનાં ચરણકમળમાં રહીએ રે.
હરિ