મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમરસ ગીતા પદ ૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૯

એમ પરસ્પર હરિ ગુણ ગાતાંજી, વાર નવ લાગી રજની જાતાંજી; વાહાલા વાત ન આવે પારજી, રાત્રી રહી પાછલી ઘટી ચારજી.          ૧

મહિડૂં વલોવે વૃજની બાળાજી, ગાય ગોવિંદગુણ અતીસેં રસાળાજી; નામધુની કોઈ ગાય મુખે ગીતજી, ચિંતવે અહરનીશ નાથને ચિત્તજી.          ૨

ઢાળ.

ચિત્ત ચિન્તન કરે નિશદીન. રસીકવરનાં રૂપનૂં;
ઉદ્ધવે વૃજ આસક્ત દીઠૂં, સરવે શ્યામસ્વરૂપનૂં.          ૧

ધન ધન ભાયગ ગોપીનું જોઈ, ચિકીત ઓધવજી થયા;
કૃત કૃત્ય છે એમ કેહેતા, સ્નાનને અર્થે ગયા.          ૨

એટલે અજવાળું તયું, સહૂ બાળા નીકળી બારણે;
દેખી પથ નંદદ્વારે મળી, સહુકો પુછવા કારણે.          ૩

પરસ્પર પૂછે સખી, એ કોણ છે રથનો ધણી;
શું અક્રૂરિયો ફરીરે આવ્યો, એકવાર તો ગયો છે હણી.          ૪

હોય એ દુસમન તો કરો સીક્ષા, ગોકુળથિ કાહાડો પરો;
હોય દયાના પ્રભુ પ્રાણવલ્લભ, કદાપી નિશ્ચે કરો.          ૫