મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૧૪)
Jump to navigation
Jump to search
પદ (૧૪)
રમણ સોની
દેવ ડગલાં ભરે
દેવ ડગલાં ભરે, પ્રભુ પગલાં ભરે. ટેક
ડગમગ કરતાં પગલાં ભરતાં, ઉતાવલા ચાલે રાજકુમાર.
લથડતાં સિંહાસન ઝાલે, બીતા અપરમપાર. દેવ
સિંહાસન મુકાવે રાજા, છૂટા મુકાવે હાથ;
થરથર ધ્રૂજે કાંઈ ન સૂઝે, ઝાલી રહે કોઈ સાથ. દેવ
આફણિયે વળી ઊભા થાયે, ઉલાળે અલંકાર;
સદાએ અર્ધાંગે કમળ, શો કરશે શણગાર. દેવ
મનમાન્યા મસ્તાના ચાલે જેમ માહલે માતંગ;
ભાલણપ્રભુ રઘુનાથ મારો, સદાએ રહે સતસંગ. દેવ