મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૪)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૧૪)

મીરાં

નહિ રે વિસારું હરિ
નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે વિસારું હરિ.
જલ જમુનાનાં પાણી રે જાતાં, શિર પર મટકી ધરી.
આવતાં ને જાતાં મારગ વચ્ચે અમૂલખ વસ્તુ જડી.
આવતાં ને જાંતાં વૃંદા રે વનમાં, ચરણ તમારે પડી.
પીળાં પીતાંબર જરકશી જામા, કેસર આડ કરી.
મોરમુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ધરી.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, વિઠ્ઠલવરને વરી.