મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૬)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૧૬)

મીરાં

આ દિલ તો ખોલીને દીવો કરો
તમે જાણી લો સમુદ્ર સરીખા મારા વીરા રે,
આ દિલ તો ખોલીને દીવો કરો રે,
આ રે, કાયામાં છે વાડીઓ રે હોજી,
માંહે મોર કરે છે ઝીંગારા રે.
આ રે કાયામાં છે સરોવર રે હોજી,
માંહે હંસ તો કરે છે કલ્લોલા રે.
આ રે કાયામાં છે હાટડાં રે હો જી,
તમે વણજવેપાર કરોને અપરંપારા રે.
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ હો જી,
દેજો અમને સંત ચરણે વાસેરા રે.