મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૭)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૨૭)

મીરાં

તમે જાણી લો સમુદ્ર સરીખા
તમે જાણી લો સમુદ્ર સરીખા, મારા વીરા રે,
આ દિલ તો ખોલીને દીવો કરો રે, હોજી
આ દિલ તો
આ રે કાયામાં છે વાડીઓ રે હોજી, માંહે મોર કરે છે ઝીંગોરા રે.
આ રે કાયામાં છે સરોવર રે હોજી, માંહે હંસ તો કરે છે કલ્લોલા રે.
આ દિલ તો
આ રે કાયામાં છે હાટડાં રે હોજી, તમે વણજવેપાર કરોને અપરંપાર રે.
આ દિલ તો
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ હોજી, દેજો અમને સંતચરણે વાસેરા રે.
આ દિલ તો