મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૪)


પદ (૩૪)

મીરાં

લે ને તારી લાકડી
(રાગ ગુર્જર)
લેને તારી લાકડી રે, લેને તારી કામલી,
ગાયો તે ચરાવવા નહિ જાઉં માવડલી.           લેને તારી
માખણ તો બલભદ્રને ખાયો, હમને પાયો ખાટી છાશલડી.
લેને વૃંદાવનને મારગ જાતાં, પાંવમેં ખૂંચે ઝીણી કાંકલડી. લેને તારી
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમલ ચિત્ત રાખલડી.
લેને તારી