મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૫)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૩૫)

મીરાં

લાવો લાવો કાગળિયો
લાવો લાવો કાગળિયો દોત, કે લખીએ હરિને રે;
તેમાં શીઓ અમારો વાંક, કે ના’વ્યા ફરીને રે.          લાવો
વહાલાં અમૃત ભોજનિયાં આજ જમાડ્યાં અમને રે;
હવે વીખડાં ઘોળી મ પાઓ, ઘટે નહીં તમને રે.          લાવો
વહાલા! પ્રેમ પછેડો આજ ઓઢાડ્યો અમને રે;
હવે દઈને પાછો ન લીઓ, ઘટે નહીં તમને રે.          લાવો
વહાલા! કુંજગલનમાં રાસ રમાડ્યા અમને રે.
હવે તજીને ચાલ્યા મ જાવ, ઘટે નહીં તમને રે.          લાવો
વહાલા દર્શન દ્યો ભગવાન! કે કારજ સીધાં રે.
એમ બોલ્યાં મીરાંબાઈ, કે પ્રેમરસ પીધાં રે.          લાવો