મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩)
Jump to navigation
Jump to search
પદ (૩)
મીરાં
મુખડાની માયા લાગી
મુખડાની માયા લાગી રે,
મોહન! તારા મુખડાની માયા લાગી રે.
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું;
મન મારું રહ્યું ન્યારું રે.... મોહન
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું;
તેને તુચ્છ કરી ફરીએ રે.... મોહન
સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું;
તેને તે ઘરે શીદ જઈએ રે? મોહન
પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો;
રંડાવાનો ભય ટાળ્યો રે... મોહન
મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી;
હવે હું તો બડભાગી રે... મોહન