મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૬)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૬)

મીરાં

નંદલાલ, નહિ રે આવું
નંદલાલ! નહિ રે આવું ને ઘરે કામ છે. તુળસીની માળામાં શ્યામ છે.
વંૃદા તે વનને મારગ જાતાં, રાધા ગોરી ને કહાન શ્યામ છે.
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, સહસ્ર ગોપી ને એક કહાન છે.
વૃંદા તે વનને મારગ જાતાં, દાણ આપ્યાની ઘણી હામ છે.
વૃંદા તે વનની કુંજગલીમાં, ઘેર ઘેર ગોપીઓનાં ઠામ છે.
આણી તીરે ગંગા, પેલી તીરે જમુના, વચમાં ગોકુળિયું ગામ છે.
ગામનાં વલોણાં મારે મહીંના વલોણાં, મહીડાં ઘૂમ્યાની ઘણી હામ છે.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમળ સુખધામ છે.