મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૭)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૭)

મીરાં

ચાકર રાખો જી
ચાકર રાખોજી રે, અમને ચાકર રાખોજી,
શામળિયા ગિરધારી લાલ! ચાકર રાખોજી.
હજુરી ચાકર રહેશુંજી,
મોહન મોરલીવાળા કા’ન, ચાકર રહેશુંજી.
ચાકરીમાં સમરન માગું, દર્શન માગું ખરચી;
ભાવભક્તિ ઝાઝેરી માગું, ચારે વાતો સરખી.
જપ કરવાને બ્રાહ્મણ સરજ્યા, તપ કરવા સંન્યાસી;
ભજન કરવા સંત સરજ્યા, વૃંદાવનના વાસી.
ચાકર રહેશું ને બાગ બનાવશું ને નિત નિત સેવા કરશું;
બાઈ મીરાં કહે ગિરિધારીલાલ, રાધેગોવિંદ ગાશું.