મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૩૭)
Jump to navigation
Jump to search
પદ (૩૭)
ગિરધારી
હાં હાં ઘડૂલિયો ચડાવ્યને ગિરધારી;
ઘરે વાટ્યું જુએ છે મા મોરી રે
બેડલું ચડાવ્ય રે ગિરધારી રે!
તારા માથાનો અંબોડો રે ગિરધારી રે!
જાણે છૂટ્યો તેજી ઘોડો રે. - બેડલું
તારી આંખનો ઉલાળો રે ગિરધારી!
જાણે દરિયાનો હિલોળો રે. - બેડલું
તારા નાકડિયાની ડાંડી રે ગિરધારી!
જાણે દીવડીએ શગ માંડી રે. - બેડલું
તારા હાથની કળાયું રે ગિરધારી!
જાણે સોનાની શરણાયું રે. - બેડલું
તારા હાથની હથેળી રે ગિરધારી!
જાણે બાવલપરની થાળી રે. - બેડલું
તારા હાથની આંગળિયું રે ગિરધારી!
જાણે ચોળામગની ફળિયું રે. - બેડલું
તારા પેટડિયાનો ફાંદો રે ગિરધારી!
જાણે પૂનમ કેરો ચાંદો રે. - બેડલું
તારા વાંસાનો વળાકો રે ગિરધારી!
જાણે સરપનો સળાકો રે. - બેડલું