મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/હરિશ્ચંદ્રાખ્યાન કડવું ૩૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૩૦

નાકર

રાગ આંદોલ ગોડી.

એક કર્મે જાુગમાં કો ન મેલ્યું, જાણો પ્રાણી માત્ર;
દોહલા હવા તે દેવ સરખા, તો માનવી કોણ માત્ર.

ઢાળ
સુખ દુ:ખ આવે દેવને, માનવી કોણ માત્ર;
કર્મે તે કોન મેલ્યું, સદપાત્ર તે કૂપાત.

કર્મે રાવણ રામે રોળ્યો કર્મે ન મેલ્યો ઈંદ્ર;
દશરથ નંદન વિશ્વવંદન, વન ભોગવ્યું રામચંદ્ર.

વલણ
પાંડવ પાંચે વન ભમ્યા, કર્મે તે કુંતા માત;
કરમે નમેલી દ્રૌપદી, જેને ધર્મ સરખા નાથ.

વલણ પાંડવ પાંચે પતિ જેને, કરમ કરે તે કો ન કરે;
વળી વળી તારા વિનવે, મુરખ માનવી શું ગર્વ કરે.