સંત-સાહિત્યનાં આ કવિનું નામ જેસલનાં ઉદ્ધારક તરીકે લોકવાણીમાં જાણીતું છે. બહારવટે ચડી ઘણાંની હત્યા કરનાર જેસલને દરિયામાં બૂડતા બચાવતાં તોરલ(રાણી) આગળ એમણે પાપનો એકરાર કરેલો – એવું એમને ને તોરલને નામે મળતાં લોકવાણીનાં આ ભજનો પરથી અનુમાની શકાય છે.