મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૪.જયવંત સૂરિ-નેમિનાથ-રાજિમતી-બારમાસા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૪.જયવંત સૂરિ-નેમિનાથ-રાજિમતી-બારમાસા

જયવંતસૂરિ (૧૬મી ઉત્તરાર્ધ)

કાવ્યશાસ્ત્રના અભ્યાસી આ રસજ્ઞ જૈન કવિએ ધર્મબોધ કરતાં પણ સૌંદર્યબોધ પર વિશેષ ધ્યાન આપેલું. એમની અનેક કૃતિઓમાં ‘નેમિનાથ-રાજિમતીના બાર માસ’ ,‘શૃંગારમંજરી’, તથા ‘સ્થૂલિભદ્ર-કોશા-પ્રેમવિલાસ ફાગ’ અલંકારયુક્ત બાનીથી જુદી તરી આવે છે.

‘નેમિનાથ-રાજિમતીના બાર માસ’ -માંથી

(દૂહા)
વિમલ વિહંગમ-વાહના માતા! દ્યઉ વરદાન,
દ્વાદશ માસ સોહામણા ગાઇસુ જિન-ગુણગાન.

વેધક-જન-મન રીજવઇ, માનિની મોહણ-વેલી
ગુણ-સોભાગ-સોહામણી વાણી દ્યુ રંગ-રેલિ.

મુગતિ-માનિની મનિ ધરી રાજુલિ છંડી નેમિ.
પીઉ-વિછુરતિ-ભોજ-કુંઅરિકું વિરલ દહઇ યું નેમિ.

(રાગ મલ્હાર)
શ્રાવણ સંજોગી માસ કિ ભુઇં હરિયાલીયા રે,
ચોલી ચરણા નીલ કિ પહિરઇ યું બાલીયા રે.

પાવસ પ્રથમ સંયોગિ કિ રોમંચી અંકુરઇ રે,
પાલવ-નખ નિરખંતિ કિ મયણા મદ કરઇ રે.

વાદલ મન મથવા દલ, ઘનાઘન ઘન-ઘટા રે,
જે જે વરસઇ ધાર તે વિરહી-તનિ સટા રે.

વીજલી-અસિ ઝલકાય ડરાવઇ વાછર્યાં રે,
કેકી-બોલ સુણંત કિ મૂરછાઇ પડ્યાં રે.

મેહકી આ રતિ આરતિ આવઇ મોરડી રે,
આ રતિ સેજ આરતિ ઝૂરઇ ગોરડી રે.

ખિનિ ખિનિ તુહૂંની આરતિ બપીહા! દેતુ હઇ રે,
પાવસિ વિરહી પ્રાણ કિ દૈઆ લેતુ હરઇ રે.

(દુહા)

વરસાલઉ સાલઇ ઘણું જે વાલિંભ પર તીરિ;
ઊડી તબ હી જાઇઈ હુઇ પંખ સરીરિ.

વર મંડારા કિઉ બદરીયાં, દેખિ થિરાઉતચીંત,
કુંથુ પરિ સો જીય ગઉ જાકું બિદેસી મીત.

બ છિુરે છતીયાં ઉઠત કયું પાવક ભટકિ હટકિ,
બીજુરીઆઇ પરોકી જાં બદરી ધૂમ-ધટક્કિ.

અવધિ બધી બિષભર ભઇ બિરહિની બિરખા દેખિ;
પીઉ પીઉ કરતાં જીઉ ગયુ, સોઇ પોકારઇ ભેક.

(દેસી પાછિલી)
ભાદ્રવઇ ગુહિર ગંભીર કિ મેહા ઝડિ કરઇ રે,
રયણી ઘોર અંધાર કિ વાહલા સાંભરઇ રે.

વીજલીયાં ચમકંતિ કિ કલમલ હુઇ હઇયા રે,
દાધા ઊપરિ લૂણ લગાવઇ બપહીયા રે.

સૂતાં રતિ નહી સેજિ, બઇઠાં તનુ કલમલઇ રે,
કોઉ લાગી ભીતરિ કિ ભટકે પરજલઇ રે.

જિમ કૂયાની છાંહ અમુઝી માંહિ રહઇ રે,
વયર વસાયું નેહ કરિ મન, દુ:ખ મન લહઇ રે.

અસલસ લાવિ સાલ કિંગાઇ વિરહણી રે.
સોહલી તરલ તરવાર, કિ દોહિલી નર-હીણી રે,

સહી ન સકું એ વેદન, મેહલિ નવિ રહણી રે,
ઊલટપાલટ સેજિ કિ રોઇ વિરહણી રે.

(દૂહા)
મત હી સુરાઉ બપ્પીહા! જબ હી સુભગ સરાઈ,
એક નીસાસઇ જગ જલઇ, સબ સોણિત સોસાઇ.

ગડયડ ગાજઇ મેહલા મયણ-તણા નીસાણ,
મીત્ત સંભારી અપ્પણા વિરહણી છંડિ પ્રાણ.
મોર–બપીહા બોલતઇ વાદલ ગડગડઇ મેહ,
ઇણિ રતિ અણમાર્યાં મરઇ જેહનઇ સાલઇ નેહ.

મહિર ન આણી મીત! તઇં, ઇણિ દિનિ તિજી નિરાસ;
તિમ પીલી જિમ ઘાણીઇ તિલ પીલીઇ સરાસ.

(દેસી)
પીઇ તિજી તિમ આસોઇ કિ પીછ જિમ મોરડઇ રે,
ઝૂરી ઝૂરી હૂઇ પંજર (કિ) છાની ઓરડઇ રે.

જોયઉ ન જાઇ ચંદ કિ વરહિ ભટકલે રે;
રયણિ અનીઠી, નીંદ ન આવઇ નયણલે રે.

શીતલ જલ ભરી ચીર કિ તનિ સીચઇ સહી રે,
વિરહ-અંગીઠી-તાપ તે ખિણ સૂકઇ સહી રે.

(દૂહા)
મીઠી રાતિ સુચાંદ્રણી વીછડ્યાં હીસઇ ભોગિ,
ચકવાકી પરિ વિલપતાં જાગીસઇ સવિ લોક.

તવ હસતી અણરાગીયાં, નેહ નથી જસ ચીતિ;
અઇ મંઇ બૂજ્યા એતના, કોઇ મ કરજો પ્રીત⡏.

ઘણ લાગુ ઘટ–ભીતરિ, બાહરિ દીસઇ ષોષ,
સો કિમ માચઇ જેહનઇ પીડિ આસંક દોષ?