મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬.શ્રીધર વ્યાસ-રણમલ્લ છંદ


૬. શ્રીધર વ્યાસ-રણમલ્લ છંદ

શ્રીધર(વ્યાસ) (૧૪મી ઉત્તરાર્ધ) ઈડરના રાવ રણમલ્લના પુરોહિત અને દરબારી આ વ્યાસ કવિએ લખેલું ‘રણમલ્લ છંદ’ વીર રસવાળું ઐતિહાસિક કાવ્ય છે. અનુપ્રાસ-યુક્ત એની ભાષા પણ વિશિષ્ટ છે. એ ઉપરાંત એમણે દેવી-ભક્તિની અને દશમસ્કંધ-આધારિત કવિતા પણ કરી છે. રણમલ્લ છંદ-માંથી (રાવ રણમલ્લે ઈ.૧૩૯૦માં ઈડર પર આક્રમણ કરનાર પાટણના મુસલમાન સૂબાને આપેલા પરાજયની આ ગાથા, વીર રસને ઉદ્દીપ્ત કરતી ચારણી ડિંગળની પૂર્વેની ઓજસ્વી ભાષા-પદાવલીની વિશેષતા ધરાવે છે.)

દુહો
સાહસ વસિ સુરતાણદલ સમુહરિ જિમ દમકન્ત,
તિમ તિમ ઇડરસિહરવરિ ઢોલ ગહિર ઢમકન્ત.
સારસી
ઢમઢમઇ ઢમઢમકાર ઢ્રંકર ઢોલ ઢોલી જંગિયા,
સુર કરહિ રણસરણાઇ સમુહરિ સરસ રસિ સમરંગિયા.
કલકલહિ કાહલ કોડિ કલરવિ કુમલ કાયર થરથરઇ,
સંચરઇ શકસુરતાણ સાહણ સાહસી સવિ સંગરઇ.
દુહો
જિમ જિમ લસકર ઉધ્રસઇ કરીનિ બુમ્બુંકાર,
તિમ તિમ રણમલ રોસ ભરિ તોલઇ તરલ તુખાર.
સારસી
તુખ્ખાર તાર તતાર તેજી તરલ તિકખ તુરંગમા,
પકખરિય પકખર, પવનપંખી પસરિ પસરિ નિરુપ્પમા.
અસવાર આસુરઅંસ અસ લહિ અસણિઅસુહડ ઈડરઇ,
સંચરઇ શકસુરતાણ સાહણ સાહસી સવિ સંગરઇ.
ચોપાઈ
‘હલ ઐયાર’ હકારવિ બુલ્લઇ; ભુજબલિ સબલ મુઠ્ઠિ દલઘલ્લઇ.
ગયુ ખાન ખુદ નગતાલિ ચલ્લિઅ; શકદલ દહુ દિસિ દિદ્ધ ડહલ્લિઅ.
મલિક મંત્ર મજ્જિમ નિશિ કિદ્ધઉ. તવ હેજવ ફૂરમાણ સદિદ્ધઉ.
ઇડરગઢિ અસ્સઇ ચડિ સલ્લિઉ, જઈ રણમલ્લ પાસિ ઇમ બુલ્લિઉ:
‘સિરિ ફૂરમાણ ધરવિ સુરતાણી ધર દય હાલ માલ દીવાણી;
અગર ગરાસ દાસ સવિ છોડિઅ કરિ ચાકરી ખાન કર જોડિઅ.’
રા અસિ સરિસુ બાહુ ઉવ્ભારિઅ બુલ્લઇ હઠિ હેજબ હક્કારિઅ,
‘મુજ સિરકમલ મેચ્છપય લગ્ગઈ, તુ ગયણંગણિ ભાણ ન ઉગ્ગઇ.
સિંહવિલોકિત
જાં અમ્બરપુડતલિ તરણિ સમઇ, તાં કમધજકન્ધ ન ધગડ નમઇ.
વરિ વડવાનલ તણઝાલ શમઇ; પુણ મેચ્છ ન આપૂં ચાસ કિમઇ.’
ભુજંગપ્રયાત
જિ બુમ્બા અ બમ્બા ઉલક્કિ સલક્કિ, જિબક્કિ બહક્કિ, કહક્કિ ચમક્કિ,
જિ ચંગિ તુરંગિ તરંગિ ચડન્તા, રણમ્મલ્લ દિઠ્ઠેણ દીને દડન્તા. ૬૬

જિ મુદ્દા-સમુદ્દા, સદા રુદ્દસદ્દા, જિ બુમ્બાલ ચુમ્બાલ બજંલ બન્દા,
જિ ગુજ્ઝાર તુક્ખાર કમ્માલ મુક્કિ, રણમ્મલ્લ દિઠ્ઠેણ તે ઠામ ચુક્કિ.          ૬૭

જિ રુક્કા મલિક્કા બલક્કાક પાડિ, જિ જુદ્ધા મુડદ્ધા સનદ્ધા ભજાડિ
તિ ભૂ આખડી આ ઘડી દણ્ડ કિજ્જિ, રણમ્મલ્લ દિર્ઠ્ઠિ મુર્હિ ઘાસ લિજ્જિ.         ૬૮

જિ બક્કા અરક્કા શરક્કા વહન્તા, જિ સબ્બા સગબ્બા ઝરબ્બા સહન્તા,
જિ ગુજ્ઝાર ઉજ્જાર હજ્જાર ચલ્લિ રણમલ્લ દિર્ઠ્ઠિ મુર્હિ ઘાસ ઘલ્લિ.          ૬૯