મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


છપ્પા ૩૮

અખાજી

જાણ્યો નથી કો જંન, તંન શું કાળું-ગોરું?
કેહેનાં કહીએ માત-તાત જો ન મળે છોરું?
ત્યમ છતે અનછતી વાત, ધાત આવે તો આવે;
વાંઝ તણો સુત જેહ, તેહ જીતી રણ ફાવે.
અખા એ અકથ કથા, સમઝંતો નર સમઝશે;
એ મહાઅનુભવ આકશવત્, પણ ક્ષેત્ર સારું ઊગશે.