મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ જીવઈશ્વર અંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવઈશ્વર અંગ

અખાજી

ભગતજગતને વેર સદાય, હરિજન આપ્યું હરિનું ખાય.
લોક લોભ ઉપાય બહુ કરે, જન જમતા રમતા સુખિયા સરે.
તે દેખી ન શકે સંસાર, કરે નિંદા અખા લે શિર ભાર.          ૧૮૮

ખટને તું ખટપટવા દે, તું અળગો આવી પ્રીછી લે.
જંઘી ઢોલ ગણા ગડગડે, ત્યાં ઝીણી વાત કાને નવ પડે.
નિરદાવાના જનને ખોળ, તે અખા બેસારે બોલ.          ૧૯૦

પાને પોથે લખિયા હરિ, જ્યમ વેળુમાં ખાંડ વીખરી.
તે સંતે ખાધી કીડી થઈ, અને વંચકે સમૂધી વહી.
તે માટે તે તેવાના તેવા રહ્યા, અખા સંત પારંગત ગયા.          ૧૯૧

એક પરમેશ્વર ને સઘળા પંથ, એ તો અળગું ચાલ્યું જંથ.
જ્યમ અગ્નિ અગ્નિને સ્થાનકે રહ્યો, અને ધુમાડો આકશે ગયો.
પણ અળગો ચાલ્યો તે ક્યમ મળે? એમ અખા સહુ અવળા વળે.          ૨૦૩