મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ શિષ્ય અંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શિષ્ય અંગ

અખાજી

સુતર આવે ત્યમ તું રહે, જ્યમત્યમ કરીને હરિને લેહ.
વેષ-ટેક છે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી.
અખા કૃત્યનો ચઢે કષાય, રખે તું કાંઈ કરવા જાય!          ૧

રંગ ચઢે તે જાણો મેલ, પોતે રહેતો સામું સહેલ.
આપે આત્મ સ્વયંપ્રકાશ, કર્મધર્મનો કાં દે પાસ?
અખા એ સદ્ગુરુનીકલા; સમજી રહે, નહિ તો વાધે બલા.          ૨

ખટદર્શનના જૂજવા મતા, માંહોમાંહે તેણે ખાધી ખતા.
એકનું થાપ્યું બીજો હણે, અન્યથી આપને અધિકો ગણે.
અખો એ અંધારો કૂવો, ઝઘડો ભાગી કો નવ મૂઓ.          ૩

પડે નહીં જે પૃથ્વી સૂએ, કને નહીં તે કહો શું ખુએ?
ટાઢું ઊનું નોહે આકાશ, પાણીમાં નોહે માખણ છાશ.
બ્રહ્મજ્ઞાન એવું છે અખા, જ્યાં નહિ સ્વામી, સેવકને સખા.          ૭
છોત અંગ

બારે કાળ ભોગવે એ બે, સહુને ઘેર આવીગઈ રહે.
અખા હરિજાણ્યે જડ જાય, નહિ તો માનસાવાચા પેસી રહે કાય.          ૯

ઈશ્વર તે જાણ્યો આચાર, પણ એ છે ઉપલો ઉપચાર.
જ્યમ મીઠાં મહુડાં માન્યાં દ્રાખ, અન્ન નોહે અન્નમાંહેની રાખ.
સોનમખીસોનું નવ થાય, અખા આંધળીને પાથરતાં વા’ણું વાય.          ૧૧