મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઉદયરત્ન પદ ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૨

ઉદયરત્ન

નેમનાથ સ્તવન
બોલ બોલ રે પ્રીતમ મુજ શું બોલ મેલ આંટો રે;
પગલે પગલે પીડે મુજને, પ્રેમનો કાંટો રે.          બોલ ૧
રાજેમતી કહે છોડ છબીલા, મનની ગાંઠો રે;
જિહાં ગાંઠો તિહાં રસ નહિ જિમ શેલડી સાંઠો રે.          બોલ ૨

નવ ભવનો મુને આપને નેમજી, નેહનો આંટો રે;
ધોયો કિમ ધોવાય યાદવજી, પ્રીતનો છાંટો રે.          બોલ ૩

નેમ - રાજુલ બે મુગતિ પહોતાં, વિરહ નાઠો રે;
ઉદયરત્ન કહે આપને સ્વામી, ભવનો કાંઠો રે.          બોલ ૪