મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ખંડ ૯

સમયસુંદર

ખંડ ૯ ઢાલ ૨
દુહા ૧૩
[સીતાનો વિતરાગ, કેશલુંચન અને દીક્ષા]
કહઈ સીતા પ્રીતમ સુણો, તુમ્હે કહ્યો તે તેમ
પણિ હું ભોગથી ઉભગી, ચિત્ત અમ્હારો એમ          ૧

પ્રેમઈં લપટાણી હુંતી, પહિલી તુમ્હ સું કંત
ઈણિતઈં મુઝનઈ પરિહરી, તે સાંમરઈં વૃત્તાંત          ૨

તુલુ સુખુ સંસારના, દુખુ ઘણો દીસંત
સરવ મેરુ પટંતરઈં, કહો મન કિમ હીસંત          ૩

તિણવાપુરિસે પરિહર્યો, કુટમ્બતણો પ્રતિબંધ
અંતકાલિ દુખ ઉપજઈં, પ્રીતમ પ્રેમ સમ્બન્ધ          ૪

હા હા પછતાવો કરઈં, જઉ પહિલો પ્રતિ પ્રેમ
છાડ્યો હુત તો મુઝને, એ દુખ પડતા કેમ          ૫

ભોગ ઘણેહી ભોગવે, જીવનઈ તૃપતિ ન હોઈ
સુપન સારીખ સુખુ એ, દુરગતિ દુખ દ્યઈ સોઈ          ૬

તે સુખનહિં ચક્રવર્તિનઈ, જે સુખ સાધનઈ જાણિ
મઈં મનિ વાલ્યો માહરો, મ કહિસિ મુઝનઈ તાણિ          ૭

ઈમ કહતી સીતા સતિ, કીધો મસ્તક લોચ
કેસ ક્લેસ દૂરઈં કિયા, સહુ ટલી મનની શોચ          ૮

રામ દેખિ સીતા તણા, સ્યામ ભમરતે કેશ
મૂરછાગત ધરતી પડ્યા, આંણી મન અંદેશ          ૯

ચંદનપાંણી છાંટિનઈ, ઘાલ્યા શીતલ વાય
બાઁહ ઝાલી બઈઠા કિયા, રામ કહઈ હાય હાય          ૧૦

તેહવઈ તિહા આયોવહી, સર્વગુપ્તિ મુનિરાય
તિણ દીક્ષા દીધી તુરત, સીતાને સુખદાય           ૧૧

ચરણસિરી તિહા પહુતણી, તેહનઈ સુંપી એહ
સીતા પાલઈ સાધવી, સંયમ સૂધો જેહ          ૧૨

પાંચસુમતિ ત્રિણ્હ ગુપતિ સું, નિરમલ ન્યાન ચરિત્ર
સાધઈં સીતા સાધવી, ઈરત અનઈં પરત          ૧૩

ખંડ ૯ ઢાલ ૫
દુહા ૩૭
[સીતા છદ્મ રૂપે રામના સંયમની કસોટી કરે છે તે, અને રામનો સાચો વૈરાગ્યભાવ, કેવલી ધર્મ]
રામ ઉપરિ ફૂલાતણી, ગંધોદકની વૃષ્ટિ
કીધી સીતેન્દ્રઈ તિહા, ધારી રાગની દૃષ્ટિ          ૬

સીતા રુપ પ્રગટ કરી, દિવ્ય વિકુર્વી રિદ્ધિ
રામચંદ્ર આગઈં કીયા, નાટક બત્રીસવદ્ધ          ૭

નૃત્ય કરઈં અપછરા તિહા, ગાયઈં ગીત રસાલ
હાવ ભાવ વિભ્રમ કરઈં, વારુ નયન વિસાલ          ૮

સીતા કહઈં થાવો તુમ્હેં, મુઝા ઉપરિ સુપ્રસન્ન
સામ્હો જોવો હે પ્રિયૂ, મુખિ બોલો સુવચન્ન          ૯

આલિંગન દ્યઈ આવિનઈ, મુઝનઇ અપણી જાણિ
વિરહાનલ મુઝ વારિ તું, હે જીવન હે પ્રાંણ          ૧૦

એ વિદ્યાધર કન્યકા, રૂપઇં રમ્ભ સમાન
તુઝ ઉપરિ મોહિ રહી, દ્યઉ તેહનઇ સનમાન          ૧૧

પ્રીતમ કરિ પાણિગ્રહણ, ભરજોવન એ નારિ
ભોગવિ ભોગ સભાગિયા, લ્યઉ જીવન ફલસાર          ૧૨

ધરમ કરિજઇ સુખભણી, તે સુખ ભોગવિ એહ
કર આયા સુખ કાં તજી,પ્રીતમ પડઈં સંદેહ          ૧૩

વચન સ-રાગ સીતા કહ્યા,ઇમ નાના પરકાર
બીજા નર ચૂકઈ તરત, વચન સુણી સવિકાર          ૧૪


પણિ શ્રીરામ મુનિસરુ, રહ્યા નિશ્ચલ કાઉસગ્ગ
રામરાય ચૂકા નહીં, જિમિ ગિરિ મેરુ અડિગ્ગ          ૧૫

રામ ક્ષપક શ્રેણઈ ચડી, ધર્યો નિરંજન ધ્યાન
ચ્યારિ કરમ ચૂરી કરી, પામ્યો કેવલ ન્યાન          ૧૬

કેવલિ મહિમા સુર કરઈં, કંચણ કમલ ઠવેઈ
પદ વંદઈ સીતેન્દ્ર પણિ, ત્રિણ્ય પ્રદક્ષિણા દેઈ          ૧૭

મોક્ષ તણો મારગ કહ્યો, સુધો સાધનો ધર્મ
બીજો શ્રાવકનો ધરમ, ત્રીજો સગલો ભ્રમ          ૨૧

સાંભલિજે સીતેન્દ્ર તું, રાગ-દ્વેષ એ બેય
પાપમૂલ અતિ પાડુયા, દુખુ નરગના દેય          ૨૨

રાગ-દ્વેષ છોડી કરી, કરિ શ્રી જિનવર ધર્મ
સુખુ પામઈ જિમ સાસતા, બાત તણો એ મર્મ          ૨૩

 
ખંડ ૯: ઢાલ ૭
[કાવ્યનો અંતિમ અંશ, પૂર્ણાહુતિ]
રાગ ધન્યાસિરી
ઢાલ-સીલ કહઈ જગિ હુ બડો એ સંવાદશતક ની બીજી ઢાલ
અથવા પાસ જિણદ જુહારિયઈ એ તવનની ઢાલ

સીતારામની ચઉપઈ, જે ચતુર હુયઈ તે વાચો રે
રાગ રતન જવહર તણો, કુણ ભેદ લહઈ જે કાચો રે          ૧ સી૦

નવરસ પોષ્યા મઈં ઈહાં, તે સુઘડો સમજી લેજ્યો રે
જે જે રસ પોષ્યા ઈહા, તે ઠામ દીખાડી દેજ્યો રે          ૨ સી૦

કે કે ઢાલ વિષમ કહી, તે દૂપણ મતિ દ્યો કોઈ
સ્વાદ સાબૂની જે હુયઈ, તે લિહંગટ કદે ન હોઈ રે          ૩ સી૦

જે દરબારિ ગયો હુસ્યઈં, ઢુંઢાડિ મેવાડિનઈ દિલ્લી રે
ગુજરાતી ને મારવાડીમાં તે કહિસ્યઈ ઢાલ એ ભલ્લી રે          ૪ સી૦

x x x

સીતારામની ચઉપઈ, એહનઈ આગ્રહ કરિ કીધી રે
દેસપ્રદેસ વિસ્તરી, જ્ઞાન બુદ્ધિ લિખવંતા લીધી રે          ૨૩ સી૦

શ્રી ખરતરગચ્છ રાજીયા, શ્રીયુગપ્રધાન જિનચન્દો રે
પ્રથમ શિષ્ય શ્રીપૂજ્યના, ગણિસકલકંદ સુખકંદો રે          ૨૪ સી૦

સમયસુંદર શિષ્ય તેહના, શ્રી ઉપાધ્યાય કહીજઈ રે
તિણ એ કીધી ચઉપઈ, સાજણ માણસ સલહીજઈ રે ૨૫ સી૦

વર્તમાન ગચ્છના ધણી, ભટ્ટારક શ્રી જિનરાજો રે
જિનસાગરસૂરીસરુ આચારિજ અધિક દિવાજો રે          ૨૬ સી૦

એ ગુરુનઈ સુપસાઉલઈં, એ ચઉપઈ ચડી પ્રમાણો રે
ભણતાં સુણતાં વાંચતાં, હુયઈ આણંદ કોડિ કલ્યાણો રે          ૨૭ સી૦