મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ચાબખા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચાબખા

ગોપાળદાસ

સાંભળ મન સાચું કહું જીરે, તત્વતણું સિદ્ધાંત;
સત્ય ગુરૂ થકી ભય અનુભવું, જોયાં વેદ વેદાંત.

નામ રહીત જે રામ છે જીરે, તે હરી જાુગદાધાર;
નેતી નેતી નિગમ કહે, તત્વ શિરોમણ સાર.

જ્યાં વાણી પોહોંચે નહીં જીરે, તે અવિનાશી બ્રહ્મ;
સત્ય સનાતન જાણજો, જેને નહીં કાયા નહીં કર્મ.

ખટ દરશન જેને ભજે જીરે, વિશ્વતણો આધાર;
મોહોટમ તાતે હરિ તણી,ન લહે બ્રહ્માપાર.