મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /જિનહર્ષ ઢાલ ૨૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઢાલ ૨૨

જિનહર્ષ

મોરી બહિની કહિ કાઈ અચરજ વાત એહની.
સંસારથી હું ઊભંગી, હિવઈ લેઈસિ દીક્ષા સાર,
તુમ ચરણ પંકજ-મધુકરી, પામિસિ ભવનઉ પાર.          ૧

પ્રીતમ સાંભલઉ માહરા વાલ્હા પ્રાણ,
તુમ સહુ વાતના જાણ,
તુમનઈ કહું છું વાણિ, મુઝ ઊપરિ હિત આણિ,
અનુમતિ દ્યઉ સુપ્રમાણ.’ પ્રી૦          ૨

રાણીવચન રાય સાંભલી, સંસાર જાણિ અસાર,
‘ઘર માંહિ હિવઈ હું નવિ રહું, લેઈસિ હું વ્રતભાર. પ્રી૦          ૩

જેતલઈ રાણીસુત ભણી, હું મલયસુંદર નામ,
તેહનઈ રાજ્ય દેઈ કરી, આવું વ્રતનઈ કામ.’ પ્રી૦          ૪

ગુરુરાજચરણે લાગિનઈ, ઘર આવી સુતનઈ રાજિ,
દેઈ મહોછવ સ્યું તદા, સાધન કરિવા કાજ. પ્રી૦          ૫

આરામસોભા રાગિની, સંયુક્ત ગુરુનઈ પાસિ,
વ્રત લીયઉ થયઉ હરખિત હીયઉ, પામ્યઉ અધિક ઉલ્લાસ. પ્રી૦          ૬

સિદ્ધાંત સર્વ મુખઈં ભણ્યા, સંવેગ ગુણ સંયુક્ત,
મુનિરાજ નિજ પદ થાપીયઉ, જાણી યોગ્યતા ભક્ત. પ્રી૦          ૭

આરામસોભા સાધવી, ગીતાર્થ ગુણ સંપૂર્ણ,
પદ દીયઉ સુગુરુ પ્રવત્તિની, સદ્ગુણ રંજિત ચૂર્ણ. પ્રી૦          ૮

બહુ ભવિકજન પ્રતિબોધીયા, બહુ દેસ કીધ વિહાર,
આચાર્ય અવસર જાણિનઈ, અણસણ કીધઉ ઉદાર. પ્રી૦          ૯

સુખમરણ પામી બે જણા, સુરલોક પામ્યઉ જાણિ,
તિહાંથી ચવીનઈ ઊપના, નરગતિ માંહિ વખાણિ. પ્રી૦          ૧૦

ઈમ દેનરભવ કેઈ કરી, પહુચિસ્યઈ મુગતિ મઝારિ,
ઈમ ભક્તિ તીર્થંકર તણી, ફલ સાંભલિ ચિત ધારી. પ્રી૦          ૧૧

આરામસોભાની પરઈં, તુમે કરઉ જિનવરભક્તિ,
સુખ લહઉ રહઉ સંસારમાં, આગલિ પામઉ મુક્તિ. પ્રી૦          ૧૨


સતર એકસઠઈ સમઈ, સુદિ જેઠિની તિથિ ત્રીજ,
એ રાસ સંપૂરણ કીયઉ, થયઉ નિરમલ બોધિબીજ. પ્રી૦          ૧૩

શ્રી ગચ્છ ખરતર તાસ પતિ, શ્રી સુગુરુ જિનચંદ્રાસૂરિ,
શ્રી શાંતિહર્ષ વાચક તણઉ, કહઈ જિનહરખ સનૂર. પ્રી૦          ૧૪

એ રાસની ગાથા ચ્યારિ સઈ, ઊપરઈં ઉગુણત્રીસ,
જિનહરખ પાટણમાં રચ્યઉ, ઢાલ થઈ એકવીસ. પ્રી૦          ૧૫