મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઢાલ ૧૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઢાલ ૧૨

યશોવિજય

રઈવતના ગિર પોપટા–એ દેશી.
સાયર! સ્યૂં તું ઉછલે?, સ્યૂં ફૂલે છે ફોક?
ગરવ-વચન હું નવી ખમું, દેસ્યૂં ઉત્તર રોક.          સાયર!૧

વાત–પ્રસંગે મેં કહ્યા, ઉત્તર તુજ સાર;
મર્મ ન ભેદ્યા તાહરા, કરિ હૃદય વિચાર.          સાયર!૨

નિજ હિત જાણી બોલિએ, નવિ શાસ્રવિરૂદ્ધ;
રૂસો પરિ વલિ વિષ ભખો, પણિ કહીયે શુદ્ધ.          સાયર!૩

છિદ્ર અહ્મારાં સંવરે, તૂં કિહાંરે? ગમાર!
છિદ્ર એક જો તનુ લહઈ , તો કરેરે હજાર.          સાયર!૪

શાકિનિ પરિ નિતિ અમ્હ તણા, તાકે તૂં છિદ્ર;
પણિ રખવાળો ધર્મ છે, તે ન કરે નિદ્ર.          સાયર!૫

બોલે શરણાગત પ્રતિ, જે નીર મઝાર;
કઠિન વચન મુખિ ઉચ્ચરે, તે તુજ આચાર.          સાયર!૬

પણિ મુજ રક્ષક ધર્મમાં, નહિ તુજ બલ લાગ;
જેહથી મુજ બૂડે નહીં, બાવનમો ભાગ.          સાયર!૭

મનમાં સ્યૂં મૂંઝી રહ્યો, સ્યૂં માને શંક;
અહ્મ જાતાં તુજ એકલો, ઊગરસ્યૈ તો પંક.          સાયર!૮

તું ઘર–ભંગ સમર્થ છે, કરવા અસમરત્થ,
શ્રમ કરવો ગુણ–પાત્રનો, જાણે ગુરૂ હત્થ.           સાયર!૯

હંસ વિના સરવર યથા, અલિવિણ જિમ પદ્મ,
જિમ રસાળ કોકિલ વિના, દીપક વિણ સદ્ય.          સાયર!૧૦

મલયાચલ ચંદન વિના, ધન વિણ જિમ દ્રંગ;
સોહે નહિ તિમ અહ્મ વિના, તુજ વૈબવ રંગ.          સાયર!૧૧

કરહ પિઠિ જલ વરસવૂં; તૂઝને હિતવાણિ;
મૂરખ જો લાજે નહિ, જાણિ નિજહાણિ.          સાયર!૧૨

ગગન પાત ભયથિ સૂએ, કરી ઉંચા પાય;
ટીંટોડી જિમ તુજ તથા, કલ્પિત મદ થાય.          સાયર!૧૩

ઉન્હો સ્યું થાએ વૃથા? મોટાઇ જેહ,
તેતો બેહું મિલી હોઈ, બિહું પકખ સનેહ.          સાયર!૧૪

દુહા.
રાજા રાજિ પ્રજા સુખી, પ્રજા રાજ નૃપ રૂપ;
નિજ કરિ છત્ર ચમર ધરે, તો નવિ સોહે ભૂપ          ૧

મદ ઝરતે ગજ ગાજતે, સોહે વંધ્ય નિવેસ;
વિંધ્યાચલ વિણ હાથિઆ, સુખ ન લહે પરદેશ.          ૨

અગંજેય વન તે હુઈ, સિંહ કરે જિહાં વાસ;
વનનિકુંજ છાયા વિના, ન લહે સિંહ વિલાસ.          ૩

હંસ વિના સોહે નહિં, માનસસર જલપુર;
માનસ સરવર હંસલા, સુખ ન લહે મહમૂર;          ૪

ઇમ સાયર! તુજ અહ્મ મિલી, મોટાઈ બિહુ પક્ખ;
જો તૂં ચૂકઈ મદ–વહ્યો, તો તુજ સમ મુજ લક્ખ.          ૫

હંસ સિંહ કરિવર કરે, જિહાં જાઈ તિહાં લીલ;
સર્વ ઠામિ તિમ સુખ લહે, જે છે સાધુ સુસીલ"          ૬

સાયર કહે "તૂં મુજ વિના, ભરી ન શકે ડગ્ગ;
મુજ પ્રસાદિ વિલસે ઘણૂં, હું દિઉં છૂં તુજ મગ્ગ.          ૭

મુજ સાહમૂં બોલે વલી, જો તૂં છાંડી લાજ;
તો સ્વામી દ્રોહા તણી, શીખ હોસ્યે તુજ આજ."          ૮

વાહણ કહે "સાયર! સુણો, સ્વામિ તે સંસાર;
ગિરૂઓ ગુણ જાણી કરે, જે સેવકની સાર.          ૯

ભાર વહે જન ભાગ્યનો, બીજો સ્વામી મૂઢ;
જિમ ખરવર ચંદન તણો, એ તું જાણે ગૂઢ.          ૧૦