મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /થોભણદાસ પદ ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૨

થોભણદાસ

રૂસણું મૂકોને રાધિકા રે, હાંહાં રે ઘેલી હઠ ના કીજે;
મુખથી બોલો બોલડા રે, હાંહાં રે મુનીવ્રત ના લીજે.

વાલો વન ચરાવે ગાવડી રે, હાંહાં રે ઊભા જમુના આરે;
મોરલી તે કેરા નાદમાં રે, હાંહાં રે રાધે રાધે પોકારે.

વાલા એક ઘડી નવ મૂકતા રે, હાંહાં રે રહેતા શામા સંજોગે;
દિવસ રેણી કેમ જાય છે રે, હાંહાં રે મારા વાલા વિજોગે.

સુંદરીનો સોહમણો રે, હાંહાં રે શામલો સુખકારી;
એ રે વહાલો ક્યમ વિસરે રે, હાંહાં રે ફટ નાર ધુતારી.

કહ્યું ન માન્યું કામની રે, હાંહાં રે દૂતી પાછી તે આવી;
નારી થોભણના નાથની રે, હાંહાં રે નહિ સમજી સમજાવી.